રાજયના 4 મહાનગરમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રીના 11થી 6 વાગ્યા સુધી રહેશે કરફ્યુ
Live TV
-
ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રે ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે.
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. ૧ લી ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રે ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે.
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળેલી છે. પંકજકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે આમ છતાં, covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં પાલન આવશ્યક છે. તદ્દનુસાર, કોરોના સંદર્ભે યોગ્ય નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે એમ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું.
