પાંચમો માતૃભાષા સંવર્ધન પારિતોષિક જાણીતા સાહિત્યકાર અરવિંદ ભંડારીને અપાશે
Live TV
-
ગુજરાતીની સંસ્કૃતિની જાળવણી માટે ભાવનગરની શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે પાંચમો માતૃભાષા સંવર્ધન પારિતોષિક જાણીતા સાહિત્યકાર અરવિંદ ભંડારીને અપાશે.
સાહિત્ય અને સેવા સાથે જોડાયેલ શ્રી અનિલભાઇ શ્રીધરાણીની સ્મૃતિમાં યોજાતા એવોર્ડ સમારોહમાં આવીતાકાલે અરવિંદ ભંડારીને પારિતોષિકથી સન્માનિત કરાશે, તથા 15 હજાર રૂપિયા પુરસ્કાર અપાશે.
મુર્ધન્ય કવિ સાહિત્યકાર લાભશંકર પુરોહિતની અધ્યક્ષતામાં યોજાનારા એવોર્ડ સમારોહ દરમિયાન નટવર આહલપરા સંકલિત ‘સ્વર્ગસ્થ પણ સૌના હ્દયસ્થ’ અનિલભાઇ શ્રીધરાણી પુસ્તકનું વિમોચન પણ થશે.