પાટડીના કોચાડા ગામે મધરાતે દિલધડક રેસ્ક્યૂ: ફસાયેલા 6 લોકોનો સુરક્ષિત બચાવ
Live TV
-
પાટડી તાલુકાના કોચાડા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા 6 નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ આ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મધરાતે 1:10 વાગ્યાથી રાત્રે 2:30 કલાક સુધી (ભારે જહેમત બાદ સફળતા). પાટણની ફાયર ટીમ દ્વારા બોટ મારફતે જોખમી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. પાટડી પ્રાંત ટીમ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને સ્થાનિક ગ્રામજનોએ ઉત્તમ સંકલન પૂરું પાડ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે 24/7 એક્શન મોડમાં કાર્યરત છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સલામતીના ભાગરૂપે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું.
