પાટણઃ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન, CM મુલાકાત લેશે
Live TV
-
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાટણ ખાતે થઇ રહી છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસે પાટણના નાગરિકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. પાટણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 29 એપ્રિલથી 01 મે સુધી શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેમાં દેશની રક્ષા પ્રણાલિના વિવિધ આધુનિક અને ઉચ્ચ મારક ક્ષમતા ધરાવતા નાની-મોટી રાઇફલથી માંડી અદ્યતન અને આધુનિક શસ્ત્રોનું પ્રદર્શનન કરવામાં આવ્યું છે. પાટણના નાગરિકો સૈન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજીત કરાયું છે. જેમાં BSF અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સવારે 11-45 કલાકે આ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લેશે.