પાટણના સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં અનોખી રીતે પ્રગટાવાય છે હોળી
Live TV
-
સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરાય છે
પાટણના સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરાય છે. 100 કરતા વધારે વર્ષોથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.. જ્યારે સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડીયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા એટલે કે ઘાસ સળગાવી બ્રાહ્મણો દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે.. ત્યારપછી જ આજુબાજુના વિસ્તારમાં પિતામ્બર પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ, મોહ્હોલા વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવવામાં આવે છે..