Skip to main content
Settings Settings for Dark

પાટણના 1279મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીનો બે દિવસીય કાર્યક્રમ શરુ

Live TV

X
  • ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવની ઉજવણી 3 અને 4 માર્ચના રોજ થઈ રહી છે.

    ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવની ઉજવણી 3 અને 4 માર્ચના રોજ થઈ રહી છે. ઉત્સવના પ્રથમ દિવસે રાત્રે 8.00 કલાકથી રાણીની વાવ, પાટણ ખાતે કાર્યક્રમની શરુઆત થઈ હતી. જેમાં સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના સંગીત સુર રેલાવ્યાં હતા.

    આજના પ્રથમ દિવસે સમારંભને સંબોધિત કરતા સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ગુજરાતમાં પાટણથી કારોબાર ચાલતો હતો. રાજા સિધ્ધરાજ જયસિંહ પાટણથી વહીવટ કરતા હતા. આ રીતે પાટણની પ્રભુતા આપણે ઇતિહાસમાં જોઈ છે. આજનો આ સુંદર મનોરંજન સાથેનો કાર્યક્રમ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ મહેનત કરી છે. તમામને હુ બિરદાવું છુ. બે દિવસીય આયોજીત રાણકી વાવ ઉત્સવમાં ગુજરાતમાંથી ખૂબ સરસ કલાકારો બોલાવી પાટણ શહેરની પ્રજાનું મનોરંજન કરવામાં આવશે. આવો સૌ સાથે મળીને સંગીત સંધ્યાને માણીએ.

    આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન મકવાણા, આગેવાનો કે. સી. પટેલ, દશરથજી ઠાકોર, કિશોર મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી બી.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, પુરવઠા અધિકારી  ડી.એસ.નીનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી  મિતુલ પટેલ, રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ, અને પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply