Skip to main content
Settings Settings for Dark

મહેસાણા: લોકસભા ચૂંટણી માટે દાવેદારી પરત ખેંચવા અંગે નીતિન પટેલે કરી સ્પષ્ટતા

Live TV

X
  • ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભા ચૂંટણી નહી લડે અને તેમણે ટિકિટ માટે કરેલી દાવેદારી પણ પરત ખેંચી હતી.

    ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભા ચૂંટણી નહી લડે અને તેમણે ટિકિટ માટે કરેલી દાવેદારી પણ પરત ખેંચી હતી. આ અંગે મીડિયા સાથે વાતચિત કરતાં તેમણે જણાવ્યું કે, ''ભાજપે ગુજરાતમાંથી ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયું તેમાં માં 15 સીટો પરથી ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં મહેસાણા સીટના ઉમેદવાર જાહેર ના થયા. મહેસાણા સીટ પરથી 30 થી વધુ દાવેદારોએ ટિકિટ આપવા માટે નામ નોંધાવ્યા છે. એટલે મને વિચાર આવ્યો કે, મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિટંબણા થઈ છે અને આ બધી વિટંબણાથી મને દૂર કરવા મેં ઉમેદવારી પરત ખેંચી છે. જિલ્લા ભાજપ સંગઠન એકતા જળવાઈ રહે, કોઈ એક બીજા વિરૂદ્ધ નકારાત્મક વાતો ના કરે એ માટે ક્યાંક થી કોઈએ શરૂઆત કરવી જોઈએ. એ વિચારી મે નિર્ણય કર્યો કે ઉમેદવારી પરત ખેંચવા જોઈએ.''

    વધુમાં નીતિન પટેલે કહ્યું કે, "મારા શુભેચ્છકોએ કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપેલો હતો, મારા નામની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી. આટલા બધા નામ જોતા મને થયું કે મારે મારું નામ પરત ખેંચવું જોઈએ. એટલે મેં સોશિયલ મીડિયા મારફતે મેં સૌને જાણ કરી. 
    મેં ટિકિટ માટે કોઈના નામની ભલામણ નથી  કરી. મહેસાણામાં એટલા બધા એ માગણી કરી છે કે મારે કોઈના નામનું સૂચન કરવું મુશ્કેલ છે. યાદી જાહેર થાય તેમાં મહેસાણાની સીટ બાકી રહે એ મારી દૃષ્ટિ એ યોગ્ય નથી. મહેસાણા ભાજપનો ગઢ છે, જેમાં ઘણા ઉમેદવારોની નોંધણી થઈ છે એટલે ચકાસણી કરવા સમય લાગે અને પરિબળોને ધ્યાને રાખવા પડે છે. ઉમેદવારોની યાદી જાહેર કરવાના બીજા તબક્કામાં શક્ય છે કે મહેસાણાના ઉમેદવારની જાહેરાત થશે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply