Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારી વિભાગોમાં પસંદગી પામેલા 1 હજાર 990 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કર્યાં

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ  1 હજાર 990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા છે. 

    ગુજરાત જાહેર સેવા આયોગ માટે સંશોધન અધિકારી, બાળ યોજના વિકાસ અધિકારી જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગત મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર, જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માટે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. 

    નવનિયુકત યુવા કર્મયોગીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા ભુપેન્દ્ર પટેલે નવી જવાબદારીઓ સંભાળ્યા પછી પણ સૌ ઉમેદવારો નવું શીખવાની અને સ્વ-વિકાસની પ્રક્રિયા ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની હોવી જોઈએ, એવો શુભેચ્છા સંદેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પાઠવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply