વડોદરા ખાતે ચાલી રહેલી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની સભામાં વિવધ વિષયો પર થઈ વિચારણા
Live TV
-
વડોદરા ખાતે ચાલી રહેલી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની દ્વિદિવસીય રાષ્ટ્રીય સાધારણ સભાનો આજે બીજો દિવસ છે. આ સભામાં ભાગ લેવા દેશભરમાંથી કુલ 250 કાર્યકર્તાઓ જોડાયા છે. આ સભામાં ગ્રાહકોને લગતા જુદાજુદા પ્રશ્નો જેવાકે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, MRPની માયાજાળ, સોશ્યલ મીડીયામાં પ્રસારિત થતી ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ઓનલાઇન ગેમ અને ઓટીટી પ્લૅટફૉર્મની વિદ્યાર્થીઓ, પરિવાર અને સમાજ પર થતી વ્યાપક અસરો જેવા વિષયો પર ચર્ચા-વિચારણા થઇ રહી છે.
ગ્રાહક પંચાયત મુખ્યત્વે ગ્રાહકની સાથે રહીને કાર્ય કરે છે અને ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર પર ગ્રાહક સમસ્યાનું સંવાદ અને સમજણથી સમાધાન કરવામાં સહાયક ભૂમિકા ભજવે છે.
