Skip to main content
Settings Settings for Dark

પાટણની 380 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ, સરપંચ પદ માટે 9 અને સભ્ય પદ માટે 2 ફોર્મ ભરાયા

Live TV

X
  • ચૂંટણીની પ્રથમ દિવસે સરપંચ પદ માટે 9 અને સભ્ય પદ માટે 2 ફોર્મ ભરાયા છે.

    પાટણ જિલ્લામાં 22 જૂનના રોજ યોજાનારી 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની પ્રથમ દિવસે સરપંચ પદ માટે 9 અને સભ્ય પદ માટે 2 ફોર્મ ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 62 પંચાયતોમાં ચૂંટણી યોજાશે. પાટણમાં 56, ચાણસ્મામાં 55, સાંતલપુરમાં 47, સિદ્ધપુરમાં 40, સમીમાં 37, હારીજમાં 35, રાધનપુરમાં 34 અને શંખેશ્વરમાં 22 પંચાયતોની ચૂંટણી થશે. સરપંચ પદ માટે પાટણ અને સરસ્વતીમાંથી 2-2, સમીમાંથી 4 અને સાંતલપુરમાંથી 1 ઉમેદવારી નોંધાઈ છે. સભ્ય પદ માટે સિદ્ધપુર અને સમીમાંથી 1-1 ફોર્મ ભરાયા છે, જ્યારે સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર અને રાધનપુરમાંથી હજુ સુધી સરપંચ પદ માટે કોઈ ફોર્મ ભરાયું નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply