Skip to main content
Settings Settings for Dark

સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું

Live TV

X
  • પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામની સામાજિક સંસ્થા સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું છે.

    ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટને ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ એવોર્ડથી નવાજવામાં આવી છે. સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક, બેગ અને શિક્ષણલક્ષી કીટ જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવે છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહન કીટ આપવામાં આવે છે, તેમજ શાળા પ્રવેશોત્સવના સમયે આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને પણ શૈક્ષણિક સામગ્રી આપવામાં આવે છે. ઉપરાંત, નવનિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓને સંસ્થાના દ્વારા સન્માનિત કરવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન સંસ્થાએ ઉકાળો, માસ્ક અને રોગપ્રતિકારક દવાઓનું વિતરણ કરી સમાજસેવામાં સહભાગિતા દર્શાવી હતી. હોળી અને ધૂળેટી જેવા તહેવારોની ઉજવણી કરીને આંગણવાડીના બાળકોમાં આનંદ ફેલાવવામાં આવે છે, જેમાં ખજૂર, ઘાણી, પિચકારી અને રંગોનું વિતરણ થાય છે. ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ જેવી સંસ્થા વિશ્વના અનેક દેશોમાં કાર્યરત છે જેમકે ઇંગ્લેન્ડ, અમેરિકા, ભારત અને નેપાળ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply