પાટણ : રાધનપુરમાં શિક્ષકોએ બાઈક રેલી કરીને શહેરીજનોને મતદાન કરવા માટે જાગૃત કર્યા
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમમો કરવામાં આવી રહ્યાં છે. જેનાં ભાગરૂપે રાધનપુરમાં બાઈક રેલી કરવામાં આવી હતી. બાઈક રેલી કરીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં રાધનપુર તાલુકાની શહેરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના એન.સી.સી કેડેટ્સ અને શિક્ષકો દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ રેલી રાધનપુર શહેરના રસ્તાઓ પર ફરી હતી જેમાં મતદાનના નારા લગાવીને શિક્ષકો દ્વારા શહેરીજનોને મતદાન અવશ્ય કરવા અંગે જાગૃત કર્યા હતા. મતદાર જાગૃતિ માટેના બેનર્સ, પોસ્ટર્સ અને ગીતો વગાડી તમામ પ્રજાજનોને મતદાર કરવા માટે કહવામાં આવ્યું હતુ. આ સમગ્ર રેલીમાં કુલ 150 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.
