Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અને દાનાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન

Live TV

X
  • આગામી ઉનાળાની મોસમ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

    ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 22 ટ્રિપ્સ): ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે સવારે 09:10 વાગ્યે ઉપડશે અને 20 વાગ્યે પહોંચશે: બીજા દિવસે 30 વાગે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન સુધી દર મંગળવારે દાનાપુરથી બપોરે 23:50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.

    રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને અરાહ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09417નું બુકિંગ 13 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply