13,14 અને 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્રોને જોગ સંદેશ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 13 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળો પર હળવો વરસાદ,ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે, સૌરાષ્ટના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં સંભાવના છે.
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.
