પાટણ સહિત પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન વળતર ચૂકવવા પાટણ સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Live TV
-
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસેલા વરસાદ ના કારણે ખેડૂતો ના પાકને થયેલા નુકશાન નું વળતર ચુકવવામાં આવે તેવી પાટણ સાસદ ભરતસિંહ ડાભી દ્રારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ સાસદ દ્રારા મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે.ત્યારે પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારમાં આવતા પાટણ,ચાણસ્મા, રાધનપુર, કાંકરેજ,સિદ્ધપુર,ખેરાલુ અને વડગામ વિધાન સભામાં આવાતા તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બગાયતી પાકને વ્યાપક પ્રમાણ
માં નુકસાન થયેલ છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાત ને આર્થિક નુકસાનીમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ઝડપભેર સહાય મંજૂર કરવામાં આવે તેવી મારી લાગણી સહ અંગત ખાસ ભલામણ તેઓ દ્રારા કરવામાં આવી હોવાનું પાટણ સ્થિત તેઓના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિ એ જણાવ્યું હતું.
