Skip to main content
Settings Settings for Dark

સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં ઋષિપંચમીએ મહિલાઓએ શ્રદ્ધાની ડુબકી લગાવી

Live TV

X
  • ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પવિત્ર સરસ્વતી નદીમાં ઋષિપંચમીના રોજ મહિલાઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ સપ્તઋષિની પૂજા તેમજ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.

    સિદ્ધપુર ભારે વરસાદ થતાં સરસ્વતી નદીમાં પાણીની આવક થતાં સરસ્વતી ડેમમા વરસાદી પાણી ભરાતા રવિવારે સિદ્ધપુરમાં ઋષિપંચમી પર્વની ઉજવણી મહિલાઓ દ્વારા કરાઈ હતી. પવિત્ર સરસ્વતી નદીમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ હજારો મહિલાઓએ સ્નાન કરી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કર્યો હતો. આ વ્રત કરીને બહેનો,સ્ત્રીઓએ માસિક ધર્મના દોષમાંથી મુક્ત બની હતી તેમજ ઋષિ પંચમીના રોજ શિવાલયો, મંદિરોમાં જઈ ઋષિપૂજન તેમજ બહેનોએ સરસ્વતી નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. બહેનો દ્વારા નદીની માટીમાંથી બનાવેલા સપ્તઋષિ , કશ્યપઋષિ, અત્રિ, ભારદ્વારજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્રી અને અરુંધતી સહિત વિશિષ્ટ મૂર્તિઓની પૂજા કરી હતી. આ દિવસે બહેનો સામો ખાઈને ઉપવાસ કરે છે. બહેનો દ્વારા સરસ્વતી નદીમાં સામૂહિક સ્નાન કરી ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો, ફળ, ફૂલ, અબીલ, ગુલાલથી સપ્તઋષિની પૂજા, અર્ચના કરી તેમની પાસેથી ક્ષમા અર્ચના કરી હતી. જ્યારે આ વ્રત બહેનો રજસ્વલા વ્રત વખતે જાણે અજાણે ભૂલચૂક થઈ હોય તો સપ્તઋષિની પૂજા, અર્ચના કરીને તેમાંથી દોષમુક્ત થવાં પ્રાર્થના કરી હતી.

    ઋષિ પાંચમ ના દિવસે બપોરે બ્રહ્માણડેશ્વર મહાદેવ મંદિરે પાસે ચેકડેમ મા હજારો ની સંખ્યામાં મહિલાઓ સ્નાન કરતી હતી તેવા સમયે એક મહિલા પાણીમા ડુબી હોવાની ઘટના સામે આવી હતી.મહિલાને બચાવવા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે બેભાન અવસ્થામાં મહિલાને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી જોકે સદનસીબે મહિલાનો બચાવ થયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply