Skip to main content
Settings Settings for Dark

પાટણ : સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Live TV

X
  • સિદ્ધપુર શહેરમાં અરવડેશ્વર મહાદેવ નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ યાગનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ દિવસ હોમાત્મકમાં એક કરોડ આહુતિ હોમ, એક દિવસમાં 20 લાખ આહુતિ હોમ થશે, 200 યજમાન અને 250 બ્રાહ્મણ પાંચ દિવસ હોમાત્મક કરશે. લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લહાવો લેવા પધરાવાના હોવાથી વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.|

    સિદ્ધપુર સરસ્વતી નદીને તટે, અવડેશ્વર મહાદેવ મંદિરનો 140 વર્ષે નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ હોમાત્મકનો ધર્મોત્સવ આઠ વીઘા જમીનમાં ઉજ્વાશે.યજ્ઞ પ્રારંભ મહાવદ - 11 ને 6 માર્ચ 2024 બુધવાર, નૂતન મંદિર શિખર પ્રતિષ્ઠા મહાશિવરાત્રી 8 માર્ચે મહા શિવરાત્રી દિવસે સવારે કરાશે. તેમજ કોટી રુદ્ર શાંતિ યાગ યજ્ઞ પૂર્ણાહુતિ મહા વદ અમાસે પૂર્ણાહુતિ થશે.

    આ કોટી રુદ્ર શાંતિ યાગ એક વિઘામાં સંપૂર્ણ શાસકોત વિધિ વિધાન મુજબ સૂતર અને વાંસનાં બાંબુથી બનાવેલા યજ્ઞશાળામાં 11 યજ્ઞ કુંડી જેની આસપાસ પાંચ દિવસ દરમિયાન 250 વેદપાઠિ બ્રાહ્મણ અને 200 ઉપરાંત યજમાન બિરાજમાન થશે.

    હોમાત્મક માં એક દિવસમાં કુલ 22 લાખ આહુતિ હોમ થશે. આહુતિ માટે 6 હજાર કિલો કાળા તલ, 15 ડબ્બા શુદ્ધ ઘી,500 મણ સરપણની આહુતિ 250 બ્રાહ્મણ અને 200 યજમાન મળી એક કરોડ આહુતિ 30 કલાક (પાંચ દિવસ દરમિયાન) માં હોમ કરશે. ચડા પાઠાત્મક ધર્મોત્સવનું આયોજન છે. મહાવદ અગીયારસે નૂતન મંદિર શિખર પ્રતિષ્ઠા કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply