પાણીની તંગી મુદ્દે રાજ્ય સરકારે આપ્યા રાહતના સમાચાર
Live TV
-
પીવાના પાણીની તંગી રાજ્યમાં નહી સર્જાય, રાજ્ય પાસે છે પુરતુ પાણી-CM
રાજ્યમાં પાણીની તંગીના સમાચાર બાદ લોકો પીવાના પાણી માટે પણ ચિંતીત હતા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને રાહત આપતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઇને પીવાના પાણીની સમસ્યા નહી થાય. રાજ્ય પાસે પુરતુ પાણી છે. વધુમાં તેમણે જણાવ્યું કે 31 જુલાઇ સુધી પીવાના પાણી માટેનો માસ્ટર પ્લાન બનાવી દીધો છે. જેમાં પીવાના પાણીમાં ક્યાંય કોઇને તકલીફ ના પડે તે અંગેની વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે. તેમજ જિલ્લા કલેક્ટરને પણ આદેશ આપવામાં આવ્યા છે કે દર અઠવાડિયે પાણી સમિતિની મિટીંગ મળે અને દરેક ડિપાર્ટમેન્ટનું કો-ઓર્ડિનેશન કરવામાં આવે. ઉપરાંત ટેન્કરો દ્વારા છુટથી લોકોને પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું