અમદાવાદમાં ટૂંકમાં દોડશે ઈ-બસ
Live TV
-
20 ઈલેક્ટ્રીક બસો માટેના ટેન્ડરને અપાઈ મંજૂરી
અમદાવાદ જનમાર્ગ લીમીટેડની એક બોર્ડ મીટીંગની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા. જેમાં બી.આર.ટી.એસ. સેવાના ટિકિટ દરો વિશે મેયર ગૌતમ શાહે જણાવ્યું છે કે શહેરીજનો ઉપર વધારાનું આર્થિક ભારણ ન પડે તે હેતુથી BRTS સેવાના ટિકિટ દરોમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત જણાવ્યું કે FAME સ્કીમ અંતર્ગત ઇલેક્ટ્રીક બસો ચલાવવા માટે કેન્દ્ર સરકારની મંજુરીની આધિનથી કુલ 50 ઇલેક્ટ્રીક બસો માટે L.0.I. આપવામાં આવેલ છે. જેનાથી ઇલેક્ટ્રીક બસોના વપરાશના કારણે શહેરને નવિનતમ ટેકનોલોજીની આધુનિક બસો મળશે. તેમજ વાયુ અને ધ્વનિનું પ્રદૂષણ પણ ઓછું થશે.