વિધાનસભા ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ
Live TV
-
40થી વધુ કોંગ્રેસી ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું
વિધાનસભામાં થયેલી બબાલ મામલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શન બાદ કોંગ્રેસે આજે વિધાનસભા ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ દરખાસ્ત મૂકી હતી. જેને 40થી વધુ કોંગ્રેસી ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. ગઈકાલે સરકાર અને વિપક્ષ વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ જતા હવે આ મુદ્દે સમાધાનના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. બંને પક્ષો પોતપોતાની વાત પર અડગ હતા. આ એક ઐતિહાસિક ઘટના બની રહી હતી. આ સિવાય આજે નાના કુંટુબોને પ્રોત્સાહન વિધેયક, આર્થિક પછાત વર્ગો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને રાજ્ય હેઠળની સેવાઓમાં અનામત તેમજ લઘુમતી કલ્યાણ સંરક્ષણ વિધેયક સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે