Skip to main content
Settings Settings for Dark

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને ભાવિપેઢીને વારસામાં પાણીરૂપી સંપત્તિ આપીએ : ગણપતસિંહ વસાવા

Live TV

X
  • વાંકલ ગામની ૧૨ હજારની વસ્તીને પીવાના પાણીની સુવિધા પ્રાપ્તણ થઈ છે. રૂા.ત્રણ કરોડના ખર્ચે નિર્મિત પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

    રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ કાર્યક્રમ અંતર્ગત આજરોજ માંગરોળ તાલુકાના વાંકલ ગામે રૂા.૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલી પાણી પુરવઠાની સ્વજલધારા યોજનાનું વન-આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાર્પણ થયું હતું.
    વાંકલ ગામમાં બોર અને બોરસદ દેગડીયા જુથ યોજનામાંથી પાઈપ મારફતે ગ્રામજનોને પીવાનું પાણી પહોચાડવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત વાંકલ ગામના પાનેશ્વર ફળીયા, ચૌધરી, બોમ્બેગ, બજાર ફળીયા, વેરાવી, ભાખી વગેરે ફળીયાઓને આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ગામની ૧૨ હજારની વસ્તી શુધ્ધ પીવાના પાણીની સુવિધા પ્રાપ્તી થઈ છે.
    આ પ્રસંગે વસાવાએ જણાવ્યું હતું કે, પાણીનું એક એક ટીપુ એ અમૃત સમાન છે. જેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. ગામનું ખેતર હોય કે ઘર હોય ખોટી રીતે પાણીનો વેડફાટ ન કરતા ફરીથી પાણીનો ઉપયોગ કેવી રીતે શકય બને તે માટેના પ્રયાસો કરવા જોઈએ. તેમણે કહ્યું કે, બુધ્ધિજીવીઓએ આગાહી કરી છે કે, વિશ્વમાં આગામી જે યુધ્ધો થશે તે પાણીના કારણે થશે. વાંકલ ગામની શાળા/કોલેજોમાં પાંચ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આજુબાજુના ૩૦ થી વધુ ગામોના લોકો ખરીદી કરવા પણ આ ગામમાં આવે છે જેને ધ્યાને લઈને રાજય સરકારે વાંકલ જેવા ગામને ત્રણ કરોડના ખર્ચે જિલ્લામાં સૌથી મોટી પાણી પુરવઠાની યોજના આપી છે જે ગ્રામજનો માટે ગૌરવની વાત છે.
    વસાવાએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત આગામી તા.૧લી મેના રોજથી એક મહિના દરમિયાન સમગ્ર રાજયમાં ૮૦૦૦થી વધુ તળાવો ઉડા કરીને જળસંચયના અનેક કામો સાકારિત કરવામાં આવનાર છે. જે ખેડૂતોને ખેતરને નવસાધ્ય કરવા માટે માટી જોઈતી હોય તો વિનામૂલ્યે મેળવી શકશે તેમ જણાવીને સૌ ગ્રામજનો આ જળસંચય અભિયાનમાં પોતાનું દાયિત્વ આપવાનો અનુરોધ વસાવાએ કર્યો હતો.
    આ પ્રસંગે સ્વજલધારાના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર લવજીભાઈ સોલંકીએ માંગરોળ તાલુકામાં પાણી પુરવઠાની વિગતો આપતા કહ્યું કે, ૧૧૭ આંતરિક યોજનાઓમાં ૨૪૩૪ લાખના ખર્ચે મંજુર કરવામાં આવી છે. તાલુકાના ૪૬ હજારથી વધુ ઘરોને પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે ત્યારે ભાવિપેઢીને વારસામાં કુદરતની પાણીરૂપી અખૂટ સંપત્તિ વારસામાં આપીએ એજ સમયની માંગ છે.
    આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ચંદનબેન ગામીત, જગદીશભાઈ ગામીત, કમળાબેન ગામીત, ગામના વડીલ આગેવાન નૌશીરભાઈ, સરપંચ ભરતભાઈ, દિપકભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply