Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં યોજાયો ભરતી મેળો

Live TV

X
  • 500 થી વધારે યુવક-યુવતીઓએ લીધો ભાગ.

    જામનગરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ જેટલા યુવક-યુવતીઓએ પોતાના જરૂરી પ્રમાણપત્રોને દસ્તાવેજો લઇ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

    જામનગરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અનવયે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં ફેક્ટરી ઓનર્સ એસોસીએશન ખાતે એપ્રેન્ટીસ ભારતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાના પ્રારંભે ઇન્ચાર્જ જીલ્લા કલેકટર રણજીતસિંહ બારડે મુલાકાત લીધી હતી. આ મેળામાં એપ્રેન્ટીસ તરીકે નોકરી મેળવવા ઈચ્છુક યુવક યુવતીઓ આશરે ૫૦૦ થી વધારેની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પોતાના જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો સહીત રજીસ્ટ્રેશન કરાવવા માટે લાંબી લાઈન લાગી હતી. એપ્રેન્ટીસ મેળામાં જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસની જરૂરીયાત હોય તેવા કારખાનેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply