પારૂલ યુનિવર્સિટીની ઘટના મામલે ઉચ્ચ સ્તરિય તપાસની શિક્ષણમંત્રીની બાંયધરી
Live TV
-
વધારે ફી ઉઘરાવવા, કર્મચારીનો કમાટીબાગ પાસે મળેલો મૃતદેહ જેવા બાબતો રાજ્ય સરકારે લીધેલ પગલા પર ચર્ચા.
વિધાનસભામાં ત્રીજા દિવસે થયેલી ચર્ચાના ભાગરૂપે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે ખોટા કામ કરાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પારૂલ યુનિવર્સિટી દ્રારા વધારે ફી ઉઘરાવવા તેમજ અનેક પ્રકારની મળેલી ફરિયાદો ઉપરાંત કર્મચારીનો કમાટીબાગ પાસે મૃતદેહ મળવા જેવી બાબતો પર ચર્ચા થઇ હતી. વિદ્યાર્થીઓ તેમજ મૃતક કર્મચારીના પરિવારજનોમાં ભય અને રોષને દૂર કરવા રાજ્ય સરકારે લીધેલ પગલા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કર્યુ હતું. શિક્ષણ વિભાગ તેમજ ગૃહ વિભાગે કરેલી વિસ્તૃત કાર્યવાહીની વિગતો વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવી હતી.