રંધોળા અકસ્માતના મૃતકોને ગામની લાઈટ બંધ કરી કેન્ડલ માર્ચ
Live TV
-
ઢસા ગામે રંધોળા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમા ગ્રામજનો ઢસા ચોકડી પાસે એકઠા થયા હતા અને 2 મિનિટ માટે સમગ્ર ગામની લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં કેન્ડલ માર્ચ યોજી રામધુન બોલાવવામાં આવી હતી. ગામના તમામ સમાજના લોકો સાથે PGVCL અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

અનીડા ગામમાં શોકનું મોજું
અનીડા ગામની જાન ટાટમ જઇ રહી હતી ત્યારે રંઘોળા પાસે બનેલ ગોઝારા અકસ્માતમાં 32 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેને કારણે નાના એવા અનીડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.