પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાને પુન: સ્થાપિત કરવામાં આવશે
Live TV
-
પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમા હટાવતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, હાલોલ નગરના જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો, અનેક જગ્યાએ આવેદનપત્ર આપીને તમામ પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા માટે માંગ કરવામાં આવી હતી, ત્યારે પાવાગઢ પોલીસ સહિત શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવાની બાંહેધરી આપવામાં આવી છે, તમામ પ્રતિમાઓને તેની જગ્યાએ જ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે, દરમિયાન પંચમહાલ જિલ્લા ઇન્ચાર્જ કલેકટર ડી કે બારીયા, જિલ્લા પોલીસવડા, કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓ સાથે પાવાગઢ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે,
પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાને પુન: સ્થાપિત કરવામાં આવશે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પાવાગઢની ઐતિહાસિક ભૂમિ પર હજારો વર્ષોથી જૈન તીર્થકરોની પ્રતિમા સ્થપાયેલી છે. ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સ્થાનિક તંત્રને તત્કાળ ધોરણે પ્રતિમાને યથાસ્થાને પ્રસ્થાપિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
