પીએમ મોદીની દમણને 1,000 કરોડની યોજનાઓની ભેટ
Live TV
-
વિકાસના મંત્રને આગળ ધપાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે દમણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ દમણને અનેક ભેટ આપી, વિકાસની ગતિને વધુ વેગ આપ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણની જનતા માટે કરોડ રૂપિયાની ભેટ સોગાદ લઇને આવી પહોંચ્યા હતા. તેમણે માછીમારોથી લઇ શ્રમિકો તથા દમણની બહેન- દિકરીના ઉત્થાન માટે અને તેમની સગવડતા માટે અનેક જાહેરાતો કરી હતી. વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં જવું ના પડે તે માટે દમણવાસીના સવપ્નને સાકાર કરતા પ્રધાનમંત્રીએ દમણને એન્જીનીયરિંગ કોલજ અને એક યુનિવર્સિટી બનાવવાની પણ જાહેરાત કરી હતી.
પીએમ મોદીના હસ્તે દીકરી જન્મ પર કીટ, સ્વાભિમાન કીટ, દિવ્યાંગોને વ્હિલચેર અને મોપેડ એનાયત કરવામાં આવ્યા હતા. તદ ઉપરાંત 87 લાભાર્થીઓને 3 કરોડ 67 લાખ રુપિયાના આવાસ પ્રધાનમંત્રી આવસ યોજના શહેરી અંતર્ગત અર્પણ કરાયા હતા. યુવા સાહસિકોને સ્વાવલંબન માટે પ્રધાનમંત્રી મુદ્ના યોજના હેઠળ 2, 435 લાભાર્થીઓને સહાયતા આપવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદીએ માછીમાર ભાઈઓ-બહેનો દીવ અને દમણના સમુદ્ર તટ પર સી-સિડ્સની ખેતી કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
પીએમએ દમણને સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો હતો. દમણમાં અત્યાર સુધી 2,000થી પણ વધારે શૌચાલયનું નિર્માણ થઇ ચુક્યું છે. મહિલ સશક્તિકરણને વેગ આપવા 20 મહિલાઓને ઈ-રિક્ષાની ભેટ આપી હતી.