Skip to main content
Settings Settings for Dark

પી.પી.જી. એકસપેરિમેન્ટલ હાઇસ્કૂલની, ત્રણ વિજ્ઞાન કૃતિઓ પ્રથમ ક્રમે વિજેતા બની

Live TV

X
  • નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા.શાળા પાટણના બાળ વૈજ્ઞાનિકો દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 4 કૃતિઓ ભાગ લીધેલ ...જેમાંથી કુલ 3 વિજ્ઞાન કૃતિઓ SVS કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની હતી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ જાગે તથા વિજ્ઞાન વિષયમાં રૂચિ જાગે અને વિધાર્થી કાળથી એક સંશોધન કાળમાં રસ રૂચિનું પ્રગટીકરણ થાય તે ઉદ્દેશ્યથી શાળામાંથી મહત્તમ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવામાં આવેલ.

    વિભાગ -3 (કુદરતી ખેતી) માં બાળ વૈજ્ઞાનિકો પટેલ જીત અને ઠક્કર પ્રતીક દ્વારા તૈયાર કરવામાં આવેલી ફરતો ચાડિયો (કીટનાશક યંત્ર) કૃતિ પ્રથમ પસંદ થયેલ. વિભાગ 4 (ગાણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન) માં બાળ વૈજ્ઞાનિકો પટેલ વીર અને વ્યાસ સૌમ્ય ની કૃતિ સપ્રમાણતાનો નિયમ પ્રથમ ક્રમે પસંદ કરવામાં આવેલ. જ્યારે, વિભાગ 5 (વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ) માં બાળ વૈજ્ઞાનિક રાજપુત કરણ અને બધેલ આકાશ ની કૃતિ આગ માટે પાણી અને પાવડર નો ઉપયોગ કરતું યંત્ર વિભાગ 5 માં પ્રથમ નંબર મેળવી વિજેતા બનેલ હતી. જ્યારે, વિભાગ 5 (વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મેનેજમેન્ટ) માં બાળ વૈજ્ઞાનિક રાજપુત કરણ અને બધેલ આકાશ ની કૃતિ આગ માટે પાણી અને પાવડર નો ઉપયોગ કરતું યંત્ર વિભાગ 5 માં પ્રથમ નંબર મેળવી વિજેતા બનેલ હતી.

    વિજેતા થનાર તેમજ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તમામ ગણિત વિજ્ઞાનના માર્ગદર્શક શિક્ષક મિત્રોને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.પંચોલી સર, કેમ્પસના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફીસર પ્રો. જય ધ્રુવ, શાળાના ઈ. આચાર્ય ઝુઝારસંગ સોઢા, સુપરવાઇઝર ગમનભાઈ સુથાર, હર્ષદભાઈ ડામોર તથા શાળા કોર્ડીનેટર યોગેશભાઇ પટેલ સહિત સમગ્ર શાળા પરિવારે અભિનંદન સહ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply