Skip to main content
Settings Settings for Dark

રૂપાલમાં 5000 વૃક્ષોનાં વાવેતરનો મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે શુભારંભ

Live TV

X
  • “ એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. ભાનુબેને આસોપાલવ અને ગરમાળો વૃક્ષનું વાવેતર કરી, અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે "એક પેડ મા કે નામ," અભિયાન અંતર્ગત 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.

    નવચેતના સ્વાભિમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ઉપક્રમે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને સરપંચ, ગ્રામ પંચાયત, રૂપાલના સહયોગથી, ગ્રામ પંચાયતની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં, ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવી શકાય એવી મિયાવાકી પદ્ધતિથી, ગુંદી, ફાલસા, બોર, સીતાફળ, પીપળા, ગરમાળો, ડમરો, લીમડો, શેતૂર, આસોપાલવ, બોરસલી, ચંપા, સેવન ,કેસુડા જેવાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. ત્રણ વર્ષ માટે ગ્રામ પંચાયતે આ જમીન વૃક્ષોનાં વાવેતર માટે લીઝ પર આપી છે.

    આ 5000 વૃક્ષોનું વાવેતર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગાંધીનગરના રૂપિયા સાડા સાત લાખના નાણાકીય સહયોગથી કરાઇ રહ્યું છે.

    આ પ્રસંગે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણી, ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ દેબેન્દ્ર કુમાર સાહુ, નવચેતના ચેરિટેબલ ફાઉન્ડેશનના સંકલન કર્તા કુલદીપ સગર ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply