ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ પદયાત્રાનું કરાયું આયોજન
Live TV
-
ગાંધીનગર જિલ્લામાં ઘ-4 સેન્ટ્રલ વિસ્ટા ખાતેથી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ વિકાસ પદયાત્રા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી શરૂ કરીને મહાત્મા મંદિર સુધી યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રી એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન ના પ્રયત્નોથી છેલ્લા 23 વર્ષમાં સમગ્ર ગુજરાત અને ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે. વિશ્વની અગ્રણી કંપનીઓ આજે ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે યોજાતા સેમિનારોમાં સહભાગી બની ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા સાથે રોજગારીની નવી તકો ઉભી કરી રહી છે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે માત્ર ગાંધીનગર જ નહીં પણ વિશ્વભરમાં જાણીતા બનેલા મહાત્મા મંદિર તરફ વિકાસયાત્રા લઈ જતા આનંદની અનુભૂતિ થાય છે. જેના નિર્માણ એ ગાંધીનગરના હજારો લોકોને રોજગારી આપી છે. અને ગાંધીનગર ને એક નવી ઓળખ આપી છે. વિકાસ સપ્તાહ ની ઉજવણી અંગે જણાવતા તેમણે એમ પણ કહ્યું હતું કે આ સફળતા કોઈ રાતો રાતની પ્રગતિ નથી પણ અથાગ મહેનતનું પરિણામ છે. એક સમયે એવો હતો કે કલ્પના પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિમાં સૌ જીવી રહ્યા હતા એ જ ગુજરાત આજે વિશ્વ ફલક પર નંબર વન બની ઉભરી રહ્યું છે. જેનો શ્રેય આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારે તેમની સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકે કદમથી કદમ મિલાવી સહકારથી ગુજરાતના સંઘર્ષને સફળતા સુધીની યાત્રા બનાવવામાં સહયોગી બન્યા છે." આ સાથે જ તેમણે ગાંધીનગર અને ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રી ને વિકાસ સપ્તાહના આ પર્વે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મેહુલ દવે , જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ ,ગાંધીનગર એસ. પી. વાસમસેટ્ટી રવિતેજા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ,ગાંધીનગર દક્ષિણના ધારાસ
