પૂર્વમંત્રી ગોરધનભાઇ ઝડફિયાની અધ્યક્ષતામાં ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર સભા યોજાઈ
Live TV
-
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાજ્ય અને કેન્દ્રીય મંત્રીઓ એ મંગળવારે માંડવધાર ગામે જાહેરસભાને સંબોધન કર્યું.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના ચૂંટણી પ્રચાર માટે રાજ્યથી લઈ કેન્દ્રીય મંત્રીઓ ગઢડા વિધાનસભા વિસ્તારમાં બેઠકો ,સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે મંગળવારે માડવધાર ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા, ઉધોગપતિ મથુરભાઈ સવાણી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી , ઉમેદવાર આત્મારામ પરમાર, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જ્યાં સભામાં નેતાઓ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. તો બીજી બાજુ બોટાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભરતભાઇ ગઢવી ભાજપમાં જોડાયા અને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
