ભાવનગર:'સ્મોલ વંડર બોય'એ માત્ર 13 વર્ષની વયે તૈયાર કર્યું ગણિત વિષય પર પુસ્તક
Live TV
-
ભાવનગરમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા અને 'સ્મોલ વંડર બોય' તારીખે ઓળખાતા ધૈર્ય ભટ્ટે માત્ર 13 વર્ષની ઉંમરે ગણિત વિષય પર એક પુસ્તક તૈયાર કર્યું છે.
ભાવનગરના 'સ્મોલ વંડર બોય' તરીકે ઓળખાતો ધૈર્ય ભટ્ટ પોતાની બુધ્ધિ, ધગશ અને સખત મહેનતના કારણે મેળવેલી સફળતાને કારણે ભારે ચર્ચામાં છે. શહેરની સિલ્વર બેલ્સ શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતા ધૈર્ય ભટ્ટે માત્ર 13 વર્ષની ઉંમરે ગણિત વિષયના અલગ-અલગ નિયમોને આધારે એક પુસ્તક તૈયાર કર્યુ છે. કોરોનાને કારણે લોકડાઉનમાં બધા લોકો ઘરે હતા. તે લોકડાઉનમાં ધૈર્યએ સમયનો સદઉપયોગ કરીને ભારે મહેનતના અંતે ગણિતનું એક પુસ્તક તૈયાર કર્યુ છે. ખાસ કરીને અભ્યાસકાળમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન, આ બે વિષય ચિંતાનો વિષય બની રહેતા હોય છે. અટપટા અને અઘરા ગણાતા ગણિત વિષય ઉપર પુસ્તક તૈયાર કરવું તે કોઈ સામાન્ય બાબત નથી અને એ પણ આટલી નાની ઉંમરે. ખરેખર આ બાળક બિરદાવવાને લાયક છે. એટલુ જ નહી તેણે એક વેબસાઇટ પણ બનાવી છે. જે પુસ્તકની સાથે-સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બનશે. આ પુસ્તકની ખાસ વાત એ છે કે આ બુકમાં જે ચેપ્ટરો આપવામાં આવ્યા છે તે જો વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે, તો તે ચેપ્ટર પૂર્ણ થતા જ એની નીચે એક ક્યુઆર કોડ આપવામાં આવેલ છે. જેને મોબાઈલમાં સ્કેનિંગ કરવાથી તે ચેપ્ટરની વિડીયો લીંક ઓપન થાય છે અને તે ચેપ્ટરની વિગતવાર માહિતી વિડીયો દ્વારા વિદ્યાર્થીને તરત મળી જાય છે.
