Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: ખેડૂતે જાતે બનાવ્યું કપાસ ડી-ટોપિંગ મશીન

Live TV

X
  • 'અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી' આ ઉક્તિને ગીર સોમનાથનાં એક નાનકડા ગામના ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ગીર સોમનાથના સોનપરા ગામમાં રહેતા ખેડૂત રસિકભાઈ પોરિયાએ કૃષિ વિષયક સેમિનાર કે કૃષિમેળામાં જઇને જાણ્યું કે, "કપાસમાં ડી-ટોપિંગ કરવાથી ઉત્પાદન વધે છે". હવે એમને સમસ્યા એ હતી કે એક એકર કપાસના પાકમાં ટોપકાઓને કટીંગ કરવામાં સમય પણ ઘણો લાગતો હતો અને મજૂરી ખર્ચ પણ ખુબ વધી જતો હતો. તો સાથો સાથ ડી-ટોપિંગ માટેનું મશીન પણ મોંઘુ આવતું હતું. અંતે રસિક ભાઇએ સતત વિચારણાને અંતે એક સસ્તું ડી-ટોપિંગ માટેનું મશીન બનાવવાનું વિચાર્યું, જેમાં તેઓને અબુંજા ફાઉન્ડેશન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સોમનાથ ફાર્મ પ્રોડ્યુસર કંપની અને સ્નેહા કુંજ ટ્રસ્ટનો સહયોગ મળ્યો. આ સહયોગથી માર્કેટમાં આવ્યું કપાસના ટોચકા કાપવાનું આધુનીક અને સરળ મશીન. ઉલ્લેખનીય છે કે, રસિકભાઈ પોરિયાએ બનાવેલ આ મશીનમાં માત્ર એક નાનકડા પાઈપમાં નાની મોટર બેસાડવામાં આવી છે અને આગળ મજબૂત અને તૂટે નહિ તેવી બ્લેડ લગાડવામાં આવી છે. આ મશીનમાં લાગેલી મોટર ખેતરમાં દવા છાંટવાના પમ્પમાં લાગેલી બેટરી વડે ચાલુ થઈ શકે છે. માત્ર 500 થી 600 રૂપિયામાં આ મશીન તૈયાર થઈ જાય છે. આ  મશીનથી માત્ર એકથી દોઢ કલાકમાં એક વ્યક્તિ, કોઈપણ જાતના થાક વગર મશીન વડે એક એકર જમીનમાં ઉભેલા કપાસનું ડી-ટોપિંગ કરી શકે છે. જિલ્લાનાં મોટા ભાગના ખેડૂતોએ આ મશીનને આવકાર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
apply