સરદાર મ્યુઝિયમથી CISFના જવાનો દ્વારા સાયકલ માર્ચ શરુ
Live TV
-
લોંખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આગામી 31મી ઓક્ટોબરે જન્મજ્યંતી નિમિતે સરદાર વલ્લભભાઈની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આવેલા સરદાર મ્યુઝિયમથી CISFના જવાનો દ્વારા સાયકલ માર્ચ શરુ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા જવાનો ભાગ લઇ રહ્યા છે.જે બારડોલીથી નીકળી સ્ટેચ્યુ ઓફ યુનિટી 31મી ઓક્ટોબર સુધીમાં પહોંચી જશે.CISFદ્વારા યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અખંડ ભારત,શ્રેષ્ઠ ભારત તેમજ હાલ દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસથી લોકોને બચાવવા તેમજ જાગૃતિ લાવવા માટે નો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી 31મીએ કેવડિયા પહોંચવાના છે.ત્યારે CISFના 15 જવાનો પણ લોક જાગૃતિના સંદેશ સાથે સાયકલ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.
