Skip to main content
Settings Settings for Dark

પૂર્વોત્તરના 8 રાજ્યો ગુજરાતમાં એપ્રિલમાં આયોજિત માધવપુરના મેળામાં ભાગ લેશે

Live TV

X
  • પૂર્વોત્તર અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને એકસાથે પ્રદર્શિક કરતા આ પ્રસંગને ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણિના વિવાહના ઉત્સવ તરીકે મનાવવામાં આવશે - ડૉ.જીતેન્દ્રસિંહ

    પૂર્વોત્તરના 8 રાજ્યો ગુજરાતમાં એપ્રિલમાં આયોજિત માધવપુરના મેળામાં ભાગ લેશે.એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આયોજિત થનારા માધવપુરના મેળામાં પૂર્વોત્તરના 8 રાજ્યો ભાગ લેશે..પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ પંથકમાં આ દર વર્ષે મેળો યોજાયો છે..અને રામનવમી ઉત્સવના એક દિવસ બાદ 2 એપ્રિલથી શરુ થશે..પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહે ગુજરાતના સિનિયર અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ઉત્તર પૂર્વી પરિષદના સચિવ મોસેસ ચાલઈ અને એનઈસીના વરિષ્ઠ અધિકારી ઉપરાત અરૂણાચલપ્રદેશ, અસમ અને મણિપુરના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.કેન્દ્રીય મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વોત્તરના રાજ્યો દ્વારા કળા, સંસ્કૃતિ વ્યંજનો અને અન્ય ઉત્પાદનો માધવપુર સિવાય અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પ્રદર્શન કરી શકાય તે માટે પ્રયાસ કરે..તેમણે કહ્યુ કે માધવપુરના મેળાનો પ્રચાર કરવા માટે 1 માર્ચ 2020થી મલ્ટિમીડિયા અભિયાન ચલાવાશે..આ આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત અને પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક એકતાનું પ્રતિક બનશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply