સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પતંગોત્સવનું આયોજન, વિદેશી પતંગબાજોએ માણી મજા
Live TV
-
ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદની સાથે સાથે રાજકોટ અને વડોદરામાં પણ પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે.
રાજ્યમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિમાના સ્થળે પ્રવાસીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, ત્યારે પ્રવાસીઓના આકર્ષણ માટે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પણ પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી છે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન સરદાર સરોવર નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તાએ કર્યું હતું. આ મહોત્સવમાં 70થી વધુ દેશી વિદેશી પતંગ બાજોએ ભાગ લીધો હતો.
