પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અંતર્ગત "ચુનાવ પાઠશાળા" યોજાઈ
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં "એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે" તેવા નિર્ધાર સાથે ચૂંટણી તંત્ર મતદાર જાગૃતિના અથાક પ્રયત્નો કરી રહ્યું છે.
મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે વોટર ટર્ન આઉટ પ્લાન મુજબ પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં જે મતદાન મથકો પર મતદાન પ્રમાણ 50 ટકાથી ઓછું હોય તેમજ જે મતદાન મથકો પર પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનમાં 10 ટકાના તફાવત હોય તેવા મતદાન મથકોમાં આવેલ વિસ્તારોમાં મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મતદાન જાગૃતિના ભાગરૂપે પેટલાદ મતવિસ્તારના વિવિધ મતદાન મથકોમાં આવેલ વિસ્તારોમાં જઈને મદદનીશ ચૂંટણી અધિકારી પેટલાદ દ્વારા "ચુનાવ પાઠશાળા"નું આયોજન કરવામાં આવ્યું. આવા મતદાન મથકો પૈકી ચાંગા,કાવિઠા,પાડગોળ તથા રાવલી વગેરે ગામ ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરીને મહિલા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઘરે ઘરે જઈને મહિલાઓને હાથો હાથ મતદાન માટેની આમંત્રણ પત્રિકાનું વિતરણ, રંગોળી , મતદાન જાગૃતિ રેલી તથા મતદાન અંગેની પ્રતિજ્ઞાનું વાંચન પણ કરાયું. મતદાન જાગૃતિના કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી, શિક્ષક,બી એલ ઓ તથા આશા વર્કર બહેનો અને સખીમંડળની બહેનો હાજર રહ્યા હતા.