રામજી મંદિરમાં અયોધ્યાથી પ્રસાદીરૂપે આપેલ 10 ગ્રામ ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની સ્થાપના કરાઇ
Live TV
-
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી.
આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના રામજી મંદિરમાં અયોધ્યાથી પ્રસાદીરૂપે આપેલ 10 ગ્રામ ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની કાયમી સ્થાપના કરવામાં આવી.અયોધ્યા ખાતે બિરાજમાન રામલલાના દર્શન જેવી જ ભક્તોને ચોટીલા રામજી મંદિર ખાતે અનુભૂતિ થાય તેવા હેતુથી સ્થાપના કરવામાં આવી.
ચોટીલાના મહંત મનસુખગિરિ બાપુ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ સહભાગી થયા હતા તે દરમિયાન પ્રસાદી રૂપે પૂજામાં રાખવા માટે ચાંદીનો સિક્કો તેમજ કાળા પથ્થરનો ટુકડો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આપવામાં આવ્યો હતો. 10 ગ્રામ ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરના ટુકડાની કાયમી સ્થાપના દરમિયાન ચોટીલા મંદિરના મહંત મનસુખગીરી બાપુ, રામજી મંદિરના મહંત હરિપ્રસાદજી બાપુ સહિતના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.