Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં ડિજીટલ સેવાસેતુ થકી 29000થી વધુ અરજીઓનો સકારાત્મક નિકાલ કરાયો

Live TV

X
  • સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલમાં મુકેલી છે. તેમાંની એક યોજના એટલે ઇ- શ્રમ કાર્ડ યોજના. દેશમાં તથા રાજ્યમાં રહેલા અસંગઠિત ક્ષેત્રના કામદારો કલ્યાણ થાય તેમજ તેમની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ઇ-ગ્રામ સેન્ટર મારફત અત્યાર સુધીમાં કુલ 24,700 થી વધુ ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવેલ છે.   તેમજ પોરબંદર જિલ્લામાં કુલ 148 ગ્રામ પંચાયતો આવેલ છે. જેમાં વર્ષ 2008થી ઇ-ગ્રામ સેન્ટરમાં વી.સી.ઇ મારફત સેવાઓ આપવામાં આવે છે. ઇ-ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ દ્વારા કનેકટીવિટીના 200 તેના બેંક એકાઉન્ટમાં જમા કરવવામાં આવે છે. તથા જાન્યુઆરી 2022 થી લોકો સુખાકારી વધારો થાય તેમજ લોકોને  સરળતાથી સરકારની અનેકવિધ સેવાઓનો લાભ મળે તે હેતુથી ડિજીટલ સેવાસેતુ હેઠળ કુલ ૨૯ હજારથી વધુ અરજીઓનો સ્વીકાર કરી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. 

    તેમજ પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતોમાં ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને ત્વરિત સેવાઓ મળે તેવી ઝુંબેશ હાથ ધરીને પોરબંદર જિલ્લામાં ડીઝીટલ સેવાઓ પહોંચાડવામાં અગ્રેસર બનાવ્યો છે. તથા ડિજીટલ સેવાસેતુ જેવા વિવિધ કાર્યક્રમો માધ્યમથી નાગરિકોને તેમના ઘર સુધી સેવાઓ પૂરી પાડવામાં વી.સી.ઇ તેમજ કર્મયોગીઓનું અનેરું યોગદાન રહ્યું છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર પોતાના દ્વારે જ સરકારની જનહિતલક્ષી સેવાઓ મળી રહે તેવી સરકારની નેમ છે. તે હેતુથી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો અને કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં મોબાઈલ વાન દ્વારા  નાગરિકોને તાત્કાલિક સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેના થકી સરકાર દ્વારા સરકાર તમારે દ્વાર સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનાં માર્ગદર્શનમાં ગ્રામ્યકક્ષાએ પંચાયત સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ અને સુદૃઢ માળખું તૈયાર કરાયું છે જેનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply