પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે ગુજરાતમાં સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
Live TV
-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને જેમણે આત્મનિર્ભર ભારત,લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા થકી દેશને મજબૂત કરવાની દિશા આપનાર પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવા પખડવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો યોજાનાર છે તે અંગે માહિતી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાએ પત્રકારોને આપી. ગોરઘન ઝડફીયાએ માહિતી આપતા જણાવ્યું કે,ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર તેમના કોઇ પણ શુભ દિવસે સેવાકીય કાર્યકરતો હોય છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક સેવા પખવાડિયા અંતર્ગત વિવિઘ સેવાકિય કાર્ય ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા થકી સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોરઘનભાઇએ કાર્યક્રમોની વધુ માહિતી આપતા જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરના રોજ 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વરેકોર્ડ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાજુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવનાર છે. 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની ઉપસ્થિતિમાં તમામ 182 વિઘાનસભા બેઠકને આવરીલેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજયના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુઘી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિઘ કામોની માહીતી રજૂ કરવામાં આવશે. 21મી સપ્ટેમ્બરના રોજ 750 સ્થાનો પર 13 થી 20 વર્ષની દિકરીઓનું હિમોગ્લોબીન અંગેનું ટેસ્ટીંગ અને તે અંગેની સારવાર કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા મોરચા અને ગુજરાત ડોકટર સેલના સંયુકત ઉપક્રમે યોજાશે. દરેક સ્થાને આશરે 100 દિકરીઓનું હિમોગ્લોબીનનું ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બર પંડિત દિન દયાળજીની જન્મજંયતી નિમિત્તે તમામ બુથ પર પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી તેમના જીવન અંગે માહિતી આપવામાં આવશે તેમજ ગુજરાતની અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ આશરે દસ હજાર જેટલા મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાશે.25 મી સપ્ટેમ્બરના રોજ અનુ.જાતી આરક્ષિત 40 વિઘાનસભા વિસ્તારમાં સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.
ગોરઘનભાઇએ વધુમાં જણાવ્યું કે, મહિલા મોરચા દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ અમદાવાદના જીએમડીસી કન્વેનશલ હોલ ખાતે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિતિમાં યોજાશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજયમા પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમા સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજયના ચૂંટાયેલા તથા સંગઠનના કાર્યકરો શ્રમયજ્ઞ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ઘરાશે. તારીખ 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી તથા ગ્રામીણ કારીગરો દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓની ખરીદી કરાશે. ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યો પરથી પ્રેરણા હેતુથી પ્રદેશ કાર્યાલય ખાતે તેમજ જિલ્લાના કાર્યાલય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના બાળપણથી લઇ પ્રધાનમંત્રી સુઘીની સફર અંગેની પ્રર્દશની યોજાશે.આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ થકી વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસ ઉજવી તેમના દિર્ઘઆયુષ્યની કામની સૌ સાથે મળીને કરીશું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે યોજાનારા વિવિધ કાર્યક્રમો
17 સપ્ટેમ્બર યુવા મોરચાના નેતૃત્વમાં પક્ષ દ્વારા 579 મંડલ કેન્દ્રો પર "મેગા બ્લડ ડોનેશન કેમ્પ"નું આયોજન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીશના વરદ હસ્તે ખુલ્લી મુકાશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન અને કાર્યો માટેની પ્રદર્શની દરેક જિલ્લા/મહાનગરોમાં જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.
20 સપ્ટેમ્બર નમો કિસાન પંચાયત લોન્ચીંગ
21 સપ્ટેમ્બર 75 હજાર દિકરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ તથા દવા વિતરણ કાર્યક્રમ
25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળ ઉપાધ્યાજીની જન્મજંયતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરાશે તથા મન કિ બાતનો કાર્યક્રમ, અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. અનુ.જાતી આરક્ષિત 40 વિઘાનસભા વિસ્તારમાં સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન કરાશે.
1 લી ઓક્ટોબર હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ, તેમજ 1લી અને 2જી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમાં સફાઇ ઝુંબેશ.
2 જી ઓક્ટોબર ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી કરશે
