29 ઓક્ટોબરથી મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે
Live TV
-
90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેતી કરતાં ખેડૂતો માટે આનંદના સમાચાર છે. લાભપાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. 29 ઓક્ટોબરથી શરૂ થતી ટેકાના ભાવે ખરીદી 90 દિવસ સુધી ચાલશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણુંક કરવામાં આવી છે. ખેડૂતો કૃષિ પેદાશોની નોંધણી ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE મારફતે 25 સપ્ટેમ્બરથી 24 ઓકટોબર દરમિયાન કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ 2022-23 માટે ટેકાનો પ્રતિ ક્વિન્ટલ ભાવ મગફળી માટે રૂ.5,850, મગ માટે રૂ.7,755, અડદ માટે રૂ.6,600 અને સોયાબીન માટે રૂ.4,300 જાહેર કરવામાં આવ્યો છે.
