પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાપુને ભાવાંજલિ અર્પી
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિમંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. મુખ્યમંત્રીએ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવના વિચારોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો આજે પણ વિશ્વ માટે પ્રસ્તુત હોવાનું જણાવ્યું. તેમણે સ્વચ્છતાને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી. પ્રાર્થના સભામાં કલાકારોએ પ્રાર્થના અને ભાવગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
