Skip to main content
Settings Settings for Dark

77મા વન મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની માલધારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં બરડા અભયારણ્યના માલધારીઓને સ્વૈચ્છિક રીતે અભયારણ્ય બહાર વસાવવાની યોજનાની જાહેરાત 77માં વન મહોત્સવ અન્વયે પોરબંદરમાં કરી છે.

    આ યોજના અનુસાર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓને કુટુંબ દીઠ રૂ.15 લાખની સમગ્ર રકમ એક સાથે ચુકવવામાં આવશે અને સ્વૈચ્છિક સ્થળાંતર બાદ તેઓના બરડા વિસ્તારમાં અન્ય કોઇ હક્કહિત માન્ય રહેશે નહિ. ઉપરાંત આ અંગે અન્ય કોઇ વધારાની રકમ ચૂકવવાપાત્ર રહેશે નહિ.

    મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, સ્થળાંતરિત થનારા કુટુંબ દીઠ રાજય સરકારની યોજના મુજબ રહેઠાણ માટે નિયમોનુસાર 100 ચોરસ વારના પ્લોટની વિના મૂલ્યે ફાળવણી કરવા માટે સબંધિત કલેકટર/ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અભયારણ્ય અને ઈકો સેન્સેટીવ ઝોનની હદ બહાર અને મહાનગરપાલિકાની હદથી 10 કિ.મી. અને નગરપાલિકાની હદથી 5(પાંચ) કિ.મી. બહારના વિસ્તારમાં કોઇ પણ ગામની બાજુમાં જમીન વિનામુલ્યે આપી શકાશે. એટલું જ નહિં જે કુટુંબ પાસે માલઢોર હોય તો માલઢોર માટે તેઓની માંગણી મુજબ 100 ચોરસ વાર સુધીના પ્લોટ બજાર કિંમત મુજબ આ પ્લોટની રકમ તેઓને આપવાના થતાં રૂ.15 લાખની સહાયમાંથી બાદ કરી બાકીની રકમની ચુકવણી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીની ગાઈડ લાઈન મુજબ કુટુંબની વ્યાખ્યા માન્ય રાખવામાં આવશે. આ સમગ્ર યોજનાના અમલીકરણની સમીક્ષા અને માર્ગદર્શન માટે રાજ્યકક્ષાની સમિતિની રચના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. તેમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સમાજ કલ્યાણ વિભાગના નિયામકનો સભ્ય તરીકે અને વન સંરક્ષક, વન્યજીવ વર્તુળ, જુનાગઢની સભ્ય સચિવ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત જિલ્લા કક્ષાએ યોજનાના અમલીકરણ અને કુટૂંબની સંખ્યાની જાણકારી મેળવવા તેમજ આ બાબતે જરૂરી આધાર પુરાવાની ચકાસણી માટે અને સ્થળાંતર કરવાના થતાં કુટૂંબની વિગતો નક્કી કરવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી, સંબંધિત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી, સંબંધિત કાર્યપાલક ઈજનેર, પી.જી.વી.સી.એલની સભ્ય તરીકે તથા સંબંધિત નાયબ વન સંરક્ષકની સભ્ય સચિવ તરીકે કાર્ય કરશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આ યોજના અન્વયે માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર થવાથી બરડા અભયારણ્યનો મોટો ભાગ વન્યજીવસૃષ્ટિ માટે ખુલ્લો થશે અને આ વિસ્તાર માનવ અતિક્રમણથી થતાં બાયોટીક પ્રેશરથી મુકત થશે.સ્થળાંતરિત થનારા કુટુંબો સમાજ જીવનની મુખ્ય ધારાઓમાં જોડાશે અને તેમને વધુ સારા જીવન નિર્વાહ, શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગારની ઉજવળ તકો ઉપલબ્ધ થવાના કારણે તેમની જીવનશૈલીમા સકારાત્મક/આમૂલ પરિવર્તન પણ આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply