Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં ‘સર્વોદય વન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • 77મા રાજ્યકક્ષાના વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરના ઓડેદરા ખાતે ‘સર્વોદય વન’નું લોકાર્પણ કર્યું હતું. 14 હેક્ટર વિસ્તારમાં રૂ. 20 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ વનમાં 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

    મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં રૂ. 113 કરોડના 14 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્યે પ્લોટ અને દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પી.પી.પી. ધોરણે મેગા નર્સરીના નિર્માણ માટે 7 કંપની સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીએ વન મહોત્સવને પર્યાવરણ અને વિકાસને સાથે લઈને ચાલવાનો સંકલ્પ ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પર્યાવરણના જતન અને સંવર્ધન સાથે વિકાસની દિશામાં રાજ્યમાં કામગીરી થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 789 વન કવચનું 1,140 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિકાસ કાર્યોની વિગતો આપતાં જણાવ્યું કે, બરડા ડુંગરમાં સિંહોની સંખ્યા વધીને 26 થઈ છે. આ પ્રસંગે વન રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply