પોલીસતંત્ર દ્રારા 29માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
Live TV
-
મોરબી અને નર્મદા જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો ઘડવામાં આવ્યા.
સડક સુરક્ષા-જીવન રક્ષાના નારા સાથે નર્મદા અને મોરબી પોલીસ દ્રારા આજે 29માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે આખા સપ્તાહમાં ટ્રાફિક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લો ઢોળ ઢોળાવો અને વણાંક વાળા રસ્તાઓ વાળો છે. ત્યારે અહીં અકસ્માતોનું પ્રમાણ પણ વધુ છે અને અકસ્માતમાં જેને સ્વજનો ગુમાવ્યા હોય તેને જ આ અકસ્માતની ખોટ ખબર હોય ત્યારે, આજે તેવા પરિવારના મનની સંવેદના સમજીને નર્મદા પોલીસ સમગ્ર સપ્તાહમાં જીલ્લાની RTO કચેરીમાં નોધાયેલ અંદાજીત 3000 વાહનો પર પીળા પટ્ટા, રીફલેક્ટર તથા બ્લેક ડોટ લગાવવાની સઘન કામગીરી શરુ કરી છે. તે માટે પોલીસ મથક દીઠ નક્કી કરાયેલા સ્થળો પર આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને નર્મદા પોલીસ એક ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી છે. આ દરમ્યાન ટ્રાફિક કાયદાની સમજ આપતી પત્રિકાઓ તેમજ અન્ય સાહીત્યનું વિતરણ પણ કરાવામા આવ્યું રહ્યું છે. જેમાં આજ રોજ પ્રથમ દિવસે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લાભરના નાગરિકોને ટ્રાફિક નિયમો તેમજ કાયદાની સમજ અપાઈ હતી. તેમજ વાહનો પર પીળા પટ્ટા, બ્લેક ડોટ તેમજ રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરાઈ છે.