ગૌચરની જમીન પર જીન્ગા તળાવ ઉભા કરવાનો વિરોધ
Live TV
-
કનેરાગામ વાસીઓએ નવસારી શહેરમાં વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
સરકારના નીતિ નિયમોને નેવે મુકીને ગૌમાતાના કુદરતી ખોરાક પર ગેરકાયદેર તરાપ મારીને ગૌચરની જમીન પર જીન્ગા તળાવો ઉભા કરવાની તજવીજ હાથ ધરાતા નવસારી જીલ્લાના કનેરાગામ વાસીઓએ નવસારી શહેરમાં વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ગૌચર જમીન યથાવત રાખવા માંગણી કરી હતી.
નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના કેનરાગામની ગૌચરની ૨૦ હેક્ટર જમીન આવેલ છે. જે જમીન પર ગ્રામપંચાયતની પરવાનગી આપ્યા વગર જીન્ગાના ગેરકાયદે તળાવ ઉભા કરવાની શરૂઆત થતા પશુ-પાલન કરતા ગ્રામજનો વિફર્યા હતા અને સમગ્ર પ્રોજેક્ટ પર વિરોધ દર્શાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સરપંચ સહીત ગ્રામજનોએ સખત વિરોધ કરી જીલ્લા કલેકટર એમ.ડી.મોડીયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પશુ-પાલન હેતુ સરની ગૌચરની જમીન કાર્યરત રાખવા આહવાન કર્યું હતું.