પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા
Live TV
-
સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરો સાથે બેઠક યોજી સમીક્ષા કરી.
બેઠકમાં સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને 'ફાઇવ સ્ટાર વિલેજ' પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.બેઠકને સંબોધન કરતા જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે.
તેમણે જણાવ્યું કે, આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. 'ડાકિયા ડાક લાયા' થી 'ડાકિયા બેંક લાયા' સુધીની ‘અહર્નિશં સેવામહે'ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી 'વોકલ ફૉર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે.