પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિનની ઉજવણીના પાસ હવે ઓનલાઈન થશે ઉપલબ્ધ
Live TV
-
પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેના પાસ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે ગઈકાલે આ માટે આમંત્રણ ડોટ mod ડોટ gov ડોટ ઇન પોર્ટલનો પ્રારંભ કરાવ્યો છે આ પોર્ટલ દ્વારા મહાનુભાવો અને તેમના અતિથિઓ માટે ઈ-પાસ જારી કરવામાં આવશે અને દેશભરના લોકો ઈ-ટિકીટ ખરીદી શકશે. આ પોર્ટલ સરકાર અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટાડશે.
અજય ભટ્ટે કહ્યું કે આ પોર્ટલ 'ડિજિટલ ઈન્ડિયા' તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે સરકાર દરેક નાગરિકનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સંરક્ષણ રાજ્ય મંત્રીએ કહ્યું કે 'ડિજિટલ ઈન્ડિયા' અને 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' એ લોકોને સરકારની નજીક લાવવાનું શક્ય બનાવ્યું છે.
