Skip to main content
Settings Settings for Dark

‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો–ર૦ર૩ નો આજથી શુભારંભ

Live TV

X
  • આ પ્રદર્શનમાં વિશ્વનું સૌથી લાંબુ લુમ રેપીયર જેકાર્ડ મશીન (૪ર૦ સે.મી.) તથા એરજેટ ડબલ પન્ના, ભારતમાં બનેલું ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ અને પોઝીશન પ્રિન્ટીંગ મશીન આકર્ષણનું કેન્દ્ર છે.

    ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ૭, ૮ અને ૯ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. 

    ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના વરદ્‌ હસ્તે એકઝીબિશનનું આજે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેકસટાઈલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર3’ એ ખરેખર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદક્તામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply