પ્રથમ દિવસે વી.એસ. હોસ્પિટલ ખાતે 100 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી
Live TV
-
અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી પ્રારંભ થયેલ રસીકરણમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ દરમિયાન તમામ પ્રકારની ગાઈડ-લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. રસી લેનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે જણાવ્યું હતું કે, રસી લીધા બાદ કોઈપણ પ્રકારની આડ અસર જોવા મળી નહોતી. આજે પ્રથમ દિવસે વીએસ હોસ્પિટલ ખાતે 100 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.
