18મી જાન્યુઆરીથી દમણમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ શરુ કરવા આદેશ, શાળાઓમાં તૈયારીઓ શરુ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આગામી સોમવાર, 18મી જાન્યુઆરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ શરુ થનાર છે. દમણની તમામ શાળાઓનાં શિક્ષકો તેમજ સ્ટાફનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તૈયારીઓનાં ભાગરૂપે દમણનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શાળાનાં સંચાલોકો તેમજ એમટીએસને ડિસઇન્ફેકશનની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. કોવિડ - 19 ને ધ્યાનમાં રાખીને શાળાઓની સફાઈ કરી જંતુરહિત પણ કરવામાં આવી રહી છે. શાળાનાં સંચાલકો 18મી જાન્યુઆરીથી શરુ થનાર શાળાઓ માટેની કામકિર્દીની તૈયારીઓ પૂર્ણ કરી રહ્યા છે.
